<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

બેડીપરા રાજપુત મંડળના ટ્રસ્‍ટી દિલીપસિંહ વાઢેરનો કાલે જન્‍મદિન

રાજકોટઃ એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી અને બેડીપરા રાજપુત મંડળ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને કાર્યાલય મંત્રી શ્રી દિલીપસિંહ એસ.વાઢેરનો કાલે તા.૧ના જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૫૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ શ્રી બેડીપરા રાજપુત મંડળ ટ્રસ્‍ટ (રાજપુતવાડી) ટ્રસ્‍ટી અને કાર્યાલય મંત્રી, રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એન.સી.પી) પૂર્વ પ્રદેશ મંત્રી, શ્રી શક્‍તિરાજ ફાઉન્‍ડેશન પ્રમુખ, શ્રી ક્ષત્રિય રાજપુત સમાજ કન્‍યા છાત્રાલય ટ્રસ્‍ટ (નારણકા) કારોબારી સભ્‍ય, શ્રી પંછી યુવા ગ્રુપ (રણછોડ નગર) પ્રમુખ, શ્રી કારડીયા રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ (સમુહ લગ્ન સમિતી) કારોબારી સભ્‍ય તથા ભાજપમાં જોડાયેલ છે. (મો.૯૮૯૮૦ ૨૧૫૮૧).

(11:26 AM IST)