હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રઘુવંશી શક્તિ સંઘના સંસ્થાપક અને પ્રમુખ કે.ડી રઘુવંશીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ રઘુવંશી સમાજના યુવા અગ્રણી શ્રી કાછેલા ધવલભાઇ અભયભાઇ અને હુલામણું નામ કે.ડી રઘુવંશીનો આવતીકાલે તા.૦૧ નવેમ્બરના જન્મદિવસ છે. તેઓ પોતાના જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ છ વર્ષ પહેલા તેઓના સાથી હોદ્ેદારો સાથે મળીને શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ નામના સંગઠની સ્થાપના કરી હતી. હાલ સંસ્થાપક ઉપરાંત સંગઠનના પ્રવેશ અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે રઘુવંશી સમાજના કોર્પોરેટરની ટિકીટ વહે઼ચણી અંગે સમાજમાં નારાજગી જોવા થતાં કે.ડી. રઘુવંશીના નેતૃત્વ હેઠળ ‘‘રઘુવંશી સ્વાભિમાન સંમેલન'' યોજવામાં આવ્યું હતું. દર વર્ષે દશેરા નિમિત્તે રઘુવંશી સમાજની શષા પુજા મહોત્સવ અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.‘‘રઘુવંશી ક્રાંતિ યાત્રા''માં ૩૦૦ થી વધુ ફોર વ્હીલર તેમના નેજા હેઠળ જોડાયા હતા. આ ઉપરાંત ‘‘રઘુવંશી શોૈર્ય યાત્રા''માં પણ સેંકડો ટુ વ્હીલર જોડાયા હતા. દશેરાએ શષા પૂજા મહોત્સવમાં પણ દર વર્ષે સેંકડો યુવાનો જોડાતા રહે છે. રઘુવંશી પરિવારની બહેનોની કોઇપણ સમસ્યા, મુશ્કેલ સમયે યુવાનો તેમની સહાયે અચૂક દોડી જાય છે. તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાથી જ તેમના મો.નં. ૮૩૦૬૪ ૨૩૮૬૮ પર શુભકામનાઓ મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
