<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગૌતમ શાળા વિકાસ સંકૂલ રાજકોટના કન્‍વીનર સંજયભાઈ પંડ્‍યાનો જન્‍મ દિવસ

રાજકોટઃ આત્‍મીય યુનિવર્સિટી રાજકોટ સ્‍થિત હ.લ. ગાંધી વિદ્યાવિહાર શાળામાં છેલ્લા ૨૩ વર્ષ થયા આચાર્ય તરીકે ફરજ બજાવતા સંજયભાઈ પંડ્‍યાનો આજે ૫૭ મો જન્‍મદિવસ છે, સંજયભાઈ પંડયાએ રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ પદે ચાર ટર્મ સુધી પોતાની સેવાઓ ઉપરાંત ગુજરાત રાજ્‍ય આચાર્ય સંધ સૌરાસ્‍ટ્ર ઝોનના ઉપ-પ્રમુખ, રાજકોટ શૈક્ષણિક સંકલન સમિતીના પ્રમુખ તરીકે કાર્યરત રહી શિક્ષણના વિવિધ પ્રશ્નોના ઉકેલમાં સક્રિય યોગદાન આપેલ હતું.

શૈક્ષણિક આલમમાં વિશાળ લોકચાહના અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સંજયભાઈ પંડ્‍યાના આજના જન્‍મ દિવસે આત્‍મીય યુનિવર્સિટીના સંવાહક પૂ. ત્‍યાગવલ્લભ સ્‍વામીજીએ  શુભેચ્‍છાઓ પાઠવેલ હતી.

(2:31 PM IST)