News of Tuesday, 3rd November 2026
એઇડસ જનજાગૃતિના પ્રણેતા અરૂણ દવેનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૩ : ૧૯૭૮થી બાળકોના સર્વાંગી વિકાસની સંસ્થા ચિલ્ડ્રન કલબ શરૂ કરીને, આજે છેલ્લા ચાર દાયકાથી વિવિધ સેવાકીય ક્ષેત્રે વિશિષ્ટ સેવા કાર્યક્રમો કરીને મેન આર્મી સમા અરૂણ દવેનો આજે જન્મદિવસ છે. તેઓએ ૬૮માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. બાળ પ્રવૃતિથી બ્લડ બેન્ક અને બાદમાં કેન્સર જાગૃતિ અભિયાન ચલાવીને ૧૯૮૬માં લાઇલાજ એઇડસ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરીને દેશમાં પ્રથમવાર તેની સંસ્થા એઇડસ પ્રિવેન્શન કલબની સ્થાપના કરી હતી. આંતરરાષ્ટ્રીય ફલક પર તેમના એઇડસ જાગૃતિના રેકોર્ડ બ્રેક કાર્યક્રમની વિશ્વસ્તરે નોંધ લેવાઇ હતી. નિવૃતિ બાદ લેખક, પત્રકાર અને કોલમિસ્ટ તરીકે સક્રિય કાર્ય કરી રહ્યા છે. વિશ્વમાં પ્રથમવાર એઇડસ હેલ્પ લાઇન શરૂ કરનાર અરુણ દવે પ્રથમ ગુજરાતી છે. મીલનસાર સ્વભાવને કારણે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા અરૂણ દવેને તેમના જન્મદિવસે ૯૮રપ૦ ૭૮૦૦૦ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
