<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મોરબી શહેર ભાજપના ઉપાધ્‍યક્ષ અને ક્ષત્રિય સમાજના અગ્રણી જયવંતસિંહ જાડેજાનો જન્‍મદિવસ

રાજકોટ તા.૫: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી અને મોરબી શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી જયવંતસિંહ એચ. જાડેજા નો તા. ૫ નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિતે પરિવારજનો સ્‍નેહીજનો શુભેચ્‍છકો, કાર્યકરો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવામા આવી રહી છે.

જયવંતસિંહ જાડેજા રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સંગઠનાત્‍મક જવાબદારી ઓ નિભાવે છે આ પૂર્વે તેઓ શ્રી ગુજરાત સરકાર માં કાર્યપાલક ઇજનેર (વાસ્‍મો) તરીકે ની વહીવટી સેવા નિભાવી ચુકેલ છે. સામાજિક કામ અંગે અમેરિકા, લંડન U.K યુરોપ ના દેશો સહિત ૧૫ દેશોનો વિદેશ પ્રવાસ કરી ચૂકેલ છે. તેઓશ્રીના ધર્મપત્‍ની દિનાબા જાડેજા મોરબી- નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ અને ચારટર્મ કાઊન્‍સીલર રહી ચૂકેલ છે

જયવંતસિંહ જાડેજા સર્વજ્ઞાતિ માટે નિશુલ્‍ક મેડીકલ કેમ્‍પ તથા સમાજ ના કુરિવાજો દુર કરવા તથા લોકો ના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. જન્‍મદિવસ ના આ શુભ અવશરે જયવંતસિંહ જાડેજા ને સ્‍વસ્‍થ, સુખી, સમળદ્ધ અને દીર્ધાયુષ્‍યમય જીવનની તેઓશ્રીના મો.નં. ૯૭૨૭૨૭૭૭૭૭ પર શુભેચ્‍છાઓ મળી રહી છે

(10:58 AM IST)