News of Thursday, 5th November 2026
રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આજે જન્મ દિવસ છે

(ભીખુપરી ગોસાઇ દ્વારા)નખીરસરા રણમલજી ગામના ઉપસરપંચ થી લઈને ભાજપ ના સક્રિય કાર્યકર તરીકે કાર્યકાળ છે લોધીકા તાલુકા પંચાયતની ખીરસરા રાતૈયા સિટના ભાજપના સદસ્ય તરીકે ચુંટાયા ને લોધિકા તાલુકા પંચાયત ના વિપક્ષ નેતા થી રાજકિય કારકિર્દી ની શરૂઆત કરી હતી
ભાજપના સક્રિય કાર્યકર તરીકે એક સાચા સૈનિક તરીકે તન મન થી ભારતીય જનતા પાર્ટી તેમજ લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારની જનતા ના સેવક તરીકે પ્રજાલક્ષી કામગીરીમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના ખીરસરા રણમલજી ગામના ૮૦ થી પણ વધુ લાભાર્થીઓને ૩.૫૦ લાખ થી લઈને ૪ લાખ સુધીની સહાય મંજુર કરાવી આવાસો બનાવ્યા તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર ની યોજનાઓ ને જનતા સુધી પહોંચાડવામાં હંમેશા એક કાર્યકર તરીકે અગ્રેસર લાખાભાઇ સાગઠીયા ના કામની કદર કરી ને ભારતીય જનતા પાર્ટી દ્વારા
૨૦૧૭ મા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ૭૧ ની ટીકીટ આપવા આવી જેમા ધારાસભ્ય તરીકે લાખાભાઇ સાગઠીયા વિજેતા બન્યા તેમને ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન ધારાસભ્ય તરીકે રાજકોટ શહેર સહિત કોટડાસાંગાણી રાજકોટ તેમજ લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના અને વિકાસના કામો કર્યા તેમને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ સગા તોહીઓ મિત્રો દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છા મળી રહેલ છે. મો. ૯૮૨૪૨ ૩૯૨૪૪
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
