<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ડો.હિરેન વિસાણીનો સેવાનો ભાવ, પરમાર્થનો પ્રભાવ : હેપ્‍પી બર્થ ડે

વિશ્વ હિન્‍દુ પરિષદના ઉપાધ્‍યક્ષનો જન્‍મદિન

રાજકોટ : તા. પ-૧૧-ર૦ર૬ ગુરૂવાર આસો વદ અગિયારસના રોજ શ્રી વસંત હોસ્‍પિટલ, મવડી મેઇન રોડ વિશ્વેશ્વર મંદિર સામે, રાજકોટના હંમેશા લોકસભા તત્‍પર બાળરોગ નિષ્‍ણાંત અને ભૂતપૂર્વ નાયબ આરોગ્‍ય અધિકારી (રાજકોટ મહાનગરપાલિકા) ડો. હિરેન વિસાણી (મો. ૮૧પ૬૦ ૦૦૯૦૭) ને જન્‍મદિન છે.

તેઓ હાલ વિશ્વહિન્‍દુ પરિષદના ઉપાધ્‍યક્ષ છે. ડો. હિરેન વિસાણી દ્વારા હંમેશા ગૌ રક્ષા, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વિશ્વ હિંદુ પરિષદમાં આગેવાની, જરૂરીયાતમંદ દીકરીઓના લગ્ન, બેટી બચાવો અભિયાન, ગીર-ગંગા જેવા ટ્રસ્‍ટમાં જુદા જુદા વિસ્‍તારમાં જળાશયો બનાવવા તથા વિશ્વ હિંદુ પરિષદની વિીવધ ધર્મ-સભામાં અગ્રેસર રહી, વિવિધ સેવાકાર્યના યજ્ઞમાં યોગદાન આપે છે.

(11:44 AM IST)