News of Friday, 6th November 2026
જાણીતા પ્રેસ તસ્વીરકાર રાજુ વાડોલિયાનો આજે ૫૩મો જન્મદિન

રાજકોટઃ સવારના દૈનિક ‘વોઇઝ ઓફ ડે'માં ફરજ બજાવતા જાણિતા ફોટોગ્રાફર રાજુભાઇ વાડોલિયાનો આજે તા.૬ના રોજ ૫૪મો જન્મદિવસ છે. ૫૪ વર્ષની વયે પણ સવારથી ફિલ્ડમાં ફરીને આખા શહેરને કવર કરે છે.
રાજકોટના મોટા અધિકારીઓ રાજકીય અગ્રણીઓ, બિલ્ડરો, શાળા સંચાલકો વગેરે સાથે ઘરોબો ધરાવતા રાજુ વાડોલિયા કોઇ પણ નાની-મોટી ઘટનાને પોતાના કેમેરામાં ક્લિક કરવા માટે હંમેશા સતર્ક હોય છે. રાજુભાઇ એ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન થયા પછી પણ તેમની એક્સક્લુઝિવ તસવીરો લીધી હતી.
તેમને અખબારી જગતનું જ્ઞાન તેમના સ્વર્ગસ્થ પિતા નરસીભાઇમાંથી મળ્યું છે અને ફોટોગ્રાફર તરીકેની કાબેલિયત જાત-મહેનતથી કેળવી છે. બંને પુત્રો કરન અને દર્શન પણ આ જ પગલે આગળ વધી રહ્યા છે. રાજુભાઇ વાડોલિયાનો આજે ધનતેરસના શુભ દિવસે તેમનો જન્મદિવસ છે ત્યારે વોઇસ ઓફ ડે પરિવાર સહિત તેમના બહોળા મિત્રવર્તુળમાંથી મો.૯૮૨૫૧ ૫૨૬૪૫ ઉપર શુભેચ્છા વર્ષી રહી છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
