<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

કોટડાસાંગાણીના ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સના પાયલોટ શોએબખાન લુલાણીનો જન્‍મદિન

 

(બશીર બાંગા દ્વારા) કોટડા સાંગાણી તા. ૭ :.. કોટડા સાંગાણી ખાતે રહેતા અને ૧૦૮ ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવામાં પાઇલટ તરીકે ફરજ બજાવતા શોએબખાન લુલાણીનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, તોહીઓ તેમજ શુભેચ્‍છકો દ્વારા તેમને જન્‍મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

શોએબખાન લુલાણી ૧૦૮ ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવામાં પાઇલટ તરીકે પોતાની ફરજ નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વક નિભાવી રહ્યા છે. કટોકટીના સમયે દર્દીઓને સમયસર સારવાર મળે અને તેમને સુરક્ષિત રીતે હોસ્‍પિટલ સુધી પહોંચાડી શકાય તે માટે તેઓ સતત સેવારત રહે છે.

તેમણે કોટડા સાંગાણી તાલુકામાં ખૂબ જ ઓછા સમયમાં પોતાના સરળ સ્‍વભાવ, મિલનસાર વ્‍યક્‍તિત્‍વ અને સેવાભાવી કામગીરીના કારણે બહોળો મિત્રવર્ગ તથા લોકચાહના મેળવી છે. ટૂંકા સમયમાં જ તેમણે લોકોના હૃદયમાં એક અનોખી ઓળખ અને આગવી છાપ ઊભી કરી છે. (મોબાઇલ નંબર ૭૦૪૮૬૭૫૮૩૬) શુભકામનાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે

(12:08 PM IST)