<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદીરનાં કોઠારી પૂ. વિવેકસાગર સ્‍વામીજીનો કાલે જન્‍મદિન

રાજકોટ, તા., ૭ : નિર્મળ હદય અને સરળ સ્‍વભાવ અને મીઠીવાણીના ધારક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામના કોઠારી સ્‍વામી પ, પૂજ્‍ય શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીનો કાલે તા.૮  ને રવિવારે ( ૪૦ મોં જન્‍મદિવસ ) છે.

આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર દર્શન કરવામાં આવેલ છે કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીના જન્‍મદિવસ નિમિતે શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી ( અથાણાવાળા ) પૂજારી સ્‍વામીશ્રી ડી કે સ્‍વામીજી તથા સૌ સંત મંડળ (અથાણાવાળા મંડળ ) એડવાન્‍સમાં શુભકામના પાઠવી રહયા છે તથા ધર્મ ધુરંધર આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ આશીર્વાદ પાઠવેલ છે વડતાલ નિવાસી શ્રી હરીકળષ્‍ણ મહારાજ અને સાળગપુરધામવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા, સદગુરૂદેવશ્રી ગોપાળાનંદ સ્‍વામી તથા અથાણાવાળા પૂજ્‍ય ગુરૂદેવશ્રી સદાય તેમને સેવાનું બળ સારૂ સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ધાયુ આપે એવી પ્રાર્થના સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂજ્‍ય શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી તથા પૂજ્‍ય કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ અનેક સેવાના ધર્મકાર્યો માનવસેવાના ધર્મ કાર્યો થઈ રહયા છે જેમના શ્વાસે શ્વાસે હરી વસ્‍યા છે સંપ્રદાયની અણીશુદ્ધ પરંપરાને સાચવનારા સાધુતાનું મૂર્તિ સ્‍વરૂપ જ્ઞાન વૈરાગય સહિત ભકિતના સંવાદક હજારો લોકોને વ્‍યસન મુક્‍ત કર્યા છે અને એમના જીવનમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની કળપાથી સત ધર્મના અજવાળા પૂર્યા છે નાની એવી ઉંમરમાં પવિત્ર સાળગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અનેકગણો વિકાસ કરેલ છે તેવો કહે છે આ બધી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની કળપા છે જેવોનો મુખ્‍ય ધ્‍યેય છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુરધામમાં જે કોઈ ભાવિક આવે તે ભોજનાલયમાં મહાપ્રસાદ લઈને જાય તેમ સતત કાર્યશીલ રહે છે ભોજનાલય, ગૌશાળા, દાદાના શણગાર દર્શન, મારૂતિ યજ્ઞ દાદાના મંદિરમાં અવનવા શણગાર દર્શન જેવી વિવિધ જવાબદારી કરી રહયા છે.

 કાલે તેમના જન્‍મદિવસ નિમિતે શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી, પૂજારી સ્‍વામીશ્રી ડી, કે, સ્‍વામીજી તથા સંત મંડળ તેમજ વિશાળ ભક્‍ત સમુદાય તેમજ ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સહિત મહાનુભાવોએ કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીને શુભકામના પાઠવેલ છે.

(12:09 PM IST)