તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમીત વોરાનો આવતીકાલે દિવાળીના દીવસે જન્મ દીવસ

રાજકોટ, તા.૭: રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ સુમીત વોરાનો આવતીકાલ દિવાળીના દીવસે જન્મ દીવસ છે. તેઓએ યશસ્વી જીવનમા ૩૭ વર્ષ પુર્ણ કરી ૩૮ માં વર્ષમા મંગલ પ્રવેશ કરશે. એડવોકેટ સુમીત વોરાએ વર્ષ ૨૦૧૧ મા સનદ મેળવી વકીલાતની શરૂઆત કરેલ હાલ તેઓ સિવીલ, ક્રીમીનલ તથા રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે હાલ તેઓ રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ તરીકે તથા રાજકોટ બાર એશોસીએશન એડવોકેટ વેલફેર ફંડના ટ્રેઝરર તરીકે પોતાની સેવા આપી રહયા છે તેમજ રાજકોટની વિવિધ સંસ્થાઓ તથા ખોડલધામ લીગલ સમીતી સાથે કાર્યરત છે તેઓ વકીલોના હીતમા હર હંમેશ કાર્યરત હોવાથી વકીલોમા સારી એવી લોકચાહના ધરાવે છે.
અગાઉ તેઓ રાજકોટ બાર એશોસીએશનમા એક વખત ઉપ પ્રમુખ તથા ત્રણ વખત કારોબારી સભ્ય તરીકે તથા લાયબ્રેરી સેક્રેટરી તરીકે પણ રહી ચુકયા છે મીલનસાર સ્વભાવના યુવા એડવોકેટ સુમીત વોરાને જુનીયર તથા સીનીયર વકીલ ભાઈ બહેનો તથા રાજકોય અને સામાજીક આગેવાનો સ્વજનો તથા મીત્રો તરફથી મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૪૬૦૯૧ ઉપર ખુબજ શુભેચ્છાઓ મળી રહેલ છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
