News of Saturday, 7th November 2026
પીઢ નાટયકર્મી કોૈશીક સિંધવનો કાલે જન્મદિવસઃ ૮૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા.૭: રાજકોટના સુપર સિનીયર નાટયકર્મીશ્રી કોૈશીક સિંધવ આવતીકાલે, દિપાવલીના મંગલ દિને પોતાના ૮૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. રેડિયો, ટીવી, વોઇસઓવર આર્ટીસ્ટ તેમજ મુખ્યતઃ રંગમચીય સહિતના કુલ ૭૦૦ પ્રોજેકટમાં દમદાર અભિનેતા સાબિત થયા છે. જીવનભર નાટય રંગે રંગાઇ રહેલા આ ભેખધારી નાટય તજજ્ઞ, હાલમાં પોતાના નાટય કલાકારો દ્વારા સમાજના અવગણિત જેવા કે વૃધ્ધાશ્રમના માવતરો ઝુપડપટ્ટી, કેદીઓ, વિ. ભાવ ભૂખ્યાઓને નાટય-સંગીત મનોરંજન આપી. સમાજ સેવા સમુ કામ કરી રહયા છે. ત્યાસીમાં વર્ષે પણ અભિનયની એ જ તાજગી દર્શાવતા આ નાટયધર્મી-મર્મીનાટય સેવાઓ માટે રાજય અને રાષ્ટ્રિયસ્તરે અનેક એવોર્ડઝ-સન્માનોથી વિભૂષિત થયા છે. કોૈશિકભાઇ મો. ૯૮૨૫૮ ૪૫૮૫૧
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
