News of Wednesday, 18th November 2026
મ્યુ. કોર્પોરેશનના પૂર્વ ટાઉનપ્લાનર બકુલેશભાઈ રૂપાણીનો જન્મદિન

રાજકોટ : મ્યુનીસીપલ કોર્પોરેશનનાં ભૂતપૂર્વ ટાઉનપ્લાનર જીવદયાપ્રેમી બકુલેશભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે. રાજકોટ જૈન મોટા સંઘમાં તેઓ સેક્રેટરી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. રૂડા તથા કોર્પોરેશનનો ૩૬ વર્ષના તેમનાં સમયગાળા દરમ્યાન ઉપાશ્રય, દેરાસર, વિવિધ ધર્મસ્થાનકો તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં સેવા આપેલ. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ૧૦ વર્ષથી સેવા આપી રહ્યા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં શ્રેયાંસભાઈ વિરાણી, સુમનભાઈ કામદાર, મુકેશભાઈ બાટવીયા, પંકજભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, દિલીપભાઈ વસા, કાર્તીકભાઈ દોશીએ શુભેચ્છા પાઠવી છે. મો. ૭૬૨૨૦૨૩૭૦૭.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
