<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સેવા અને સંગઠનના રંગે રંગાયેલા જનસેવક નિલેષ ખૂટનો જન્‍મદિન

રાજકોટઃ રાજકોટ શહેર ભાજપના અગ્રણી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય નિલેશભાઈ ખૂંટનો આજે જન્‍મદિવસ છે.  નિલેશભાઈ ખૂંટ બાળપણથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા રહી પક્ષના સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં સતત સક્રિય અને પ્રયત્‍નશીલ રહ્યા છે. પક્ષ પ્રત્‍યેની નિષ્ઠા, કાર્યકર્તાઓ સાથેનો આત્‍મીય સંપર્ક, સંગઠન પ્રત્‍યેની પ્રતિબદ્ધતા અને દરેક જવાબદારીને સમર્પિત ભાવનાથી નિભાવવાની તેમની કાર્યશૈલીને કારણે તેમણે રાજકીય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. ખોડલધામ ટ્રસ્‍ટ સાથે સ્‍વયંસેવક તરીકે જોડાઈ નિષ્ઠાપૂર્વક સેવા આપવાની સાથે તેઓ વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવળત્તિઓમાં પણ યથાશક્‍તિ યોગદાન આપતા રહ્યા છે. આજીડેમ ખાતે આવેલા ખ્‍યાતનામ શ્રી દાધા હનુમાન મંદિરમાં  સેવક તરીકે વર્ષોથી સેવા આપી છે. મો. ૯૭ર૩૩ ૧૯૮૯૮ રાજકોટ.

(2:27 PM IST)