<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ગીર-સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્‍ચના પી.આઇ. એમ.કે.વણારકાનો જન્‍મ દિવસ

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા., ર૪: ગીર-સોમનાથ જિલ્લાના ક્રાઈમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.કે.વણારકાનો આજે ૨૪ નવેમ્‍બરે જન્‍મ દિવસ છે.

તા. ૨૪ નવેમ્‍બર તળાજા મુકામે જન્‍મેલા તેઓ ૨૦૨૧ ની બેચના ડાયરેક્‍ટર અધિકારી છે. જેમનું પ્રથમ પ્રોબેશન ગાંધીનગર ત્‍યારબાદ એલ. આઈ.બી અને ત્‍યાંથી ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર બાદમાં પ્રભાસ-પાટણ  હાલ ગીર સોમનાથ એલ.સી.બી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે કાર્યરત છે.

સર્વ સ્‍થળે યશસ્‍વી અને પોલીસતંત્ર ગૌરવરૂપ ફરજ સાથે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન તથા સ્‍ટાફનો સહયોગ તેમજ અંગત કુનેહ અને આવડતથી અનેકવિધ અટપટા ગુનાહો ઉકેલ્‍યા અને આરોપીઓને પકડયા.

કોડીનાર ખાતે અનડિટેક્‍ટ ફેટલ અકસ્‍માતની ડેડબોડીની ઓળખ મેળવી હિટ એન્‍ડ રનના આરોપીઓને ખાસ મહેનત લઈ ઝડપ્‍યા.

તેમના જન્‍મદિનએ ઠેરઠેરથી અભિનંદનની શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઈલ નંબર ૮૧૪૦૧ ૮૫૮૫૪ પર થઈ રહ્યો છે

(11:47 AM IST)