તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ધ્રોલ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન તુષારભાઈ ભાલોડીયાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૪: શહેરના સામાજિક અને રાજકીય ક્ષેત્રે જેમની અનોખી લોકચાહના છે, એવા વોર્ડ નંબર ૬ ના સક્રિય કાઉન્સિલર અને ધ્રોલ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન તુષારભાઈ ભાલોડીયાનો આજે જન્મદિવસ છે. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે શહેર અને ખાસ કરીને પોતાના વોર્ડના વિકાસકામોને વેગ આપવામાં તુષારભાઈ હંમેશા અગ્રેસર રહ્યા છે. માત્ર પદ પૂરતા સીમિત ન રહેતા, સામાન્ય માણસના સુખ-દુઃખમાં પડખે ઊભા રહેવાના તેમના સરળ અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ લોકહૃદયમાં આગવું સ્થાન ધરાવે છે.
નાનામાં નાના કાર્યકરથી લઈને શહેરના અગ્રણીઓ સુધી સૌ કોઈને સાથે લઈને ચાલવાની તેમની કાર્યશૈલીની સર્વત્ર સરાહના થાય છે. આજે તેમના જન્મદિવસના મંગલ અવસરે સવારથી જ નગરપાલિકાના સાથી સદસ્યો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, મિત્રવર્તુળ અને બહોળા ચાહક વર્ગ દ્વારા તેમના પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે તુષારભાઈ ભાલોડીયાને તેમના જન્મદિવસ નિમિત્તે મો.૯૮૨૫૩ ૪૯૩૯૨ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
