તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સાવરકુંડલાના રાજુભાઈ શિંગાળાનો આજે જન્મદિવસ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૨૪: સૌરાષ્ટ્રના વેપારી જગત, રઘુવંશી લોહાણા સમાજ અને સામાજિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ તથા સેવાભાવી કાર્યશૈલીથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર શ્રી રાજુભાઈ શિગાળાનો તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જન્મદિવસ છે. જીવનના ૬૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૬૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલા રાજુભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં સમાજના આગેવાનો વેપારી મિત્રો અને શુભચિતકો માં ઉમળકો..
વ્યવસાયે એસ્ટેટ બ્રોકર અને લેન્ડ ડેવલપર એવા રાજુભાઈ શિગાળા અનેક સામાજિક, શૈક્ષણિક અને વેપારી સંસ્થાઓમાં જવાબદારીભર્યા હોદ્દાઓ પર રહી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે. તેઓ પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન-૪, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ, પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ; મહામંત્રી અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ; કાર્યકારી પ્રમુખ વેપારી મહામંડળ; ઉપપ્રમુખ શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ, સાવરકુંડલા; ટ્રસ્ટી શ્રી લુહાણા મહાજન, સાવરકુંડલા, તેમજ સભ્ય શ્રી રોગી કલ્યાણ સમિતિ, કે.કે. હોસ્પિટલ, સાવરકુંડલા તરીકે વિવિધ ક્ષેત્રોમાં સેવારત છે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
