તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
શાશ્વત ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીનો જન્મ દિવસ

રાજકોટ : સમાજ સેવા, ક્ષેત્રે કાર્યરત શાશ્વત ફાઉન્ડેશન રાજકોટનાં પ્રમુખ-૧ નિલેશપુરી ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે. નિલેશપુરી સમાજ પ્રત્યેની ઉંડી સંવેદના, જીવદયા, કરૂણા, નિઃસ્વાર્થ સેવાભાવ અને સતત કાર્યશીલ રહેવાની પ્રવૃત્તિનાં કારણે અનેક લોકો અને યુવા પેઢી માટે પ્રેરક બન્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ શાશ્વના ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ માનવતા, જીવદયા, સમાજ ઉત્કર્ષ, કલા, સાહીત્ય અને સંસ્કૃતિનું જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રોજેકટો હાથ ધરવામાં આવી રહ્યા છે. જરૂરીયાતમંદ પરિવારો અને વિદ્યાર્થીઓને સીધી સહાય પહોંચાડવા ઉપરાંત અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજ ઉત્કર્ષનાં કાર્યો સુપેરે પાર પાડી રહ્યા છે.
નિલેશપુરી વૈદેહી ફાઉન્ડેશનના ચેરમેન તરીકે તેમજ દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ-રાજકોટનાં સંસ્થાપક રહીને ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.
શહેરની અનેકવિધ સામાજીક, શૈક્ષણીક, સેવાભાવી સંસ્થાઓ સાથે સક્રિય પણે જોડાયેલા છે. આજે જન્મ દિવસ નિમિતે મો. ૯૮રપર ૭૩૪૭૬ ઉપર ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
