<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

રાજકોટના પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાયનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ભાજપના આગેવાન ડો. જૈમનભાઈ ઉમિયાશંકર ઉપાધ્‍યાયનો આજે તા. ૨૮ નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે.

તબીબી વ્‍યવસાયની સાથોસાથ સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી જાહેર જીવનમાં સક્રિય રહેલા ડો. ઉપાધ્‍યાયે રાજકીય, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

વિદ્યાર્થીકાળમાં ક્‍લાસ પ્રતિનિધિ તરીકે જાહેર જીવનની શરૂઆત કરનાર ડો. જૈમનભાઈ ઉપાધ્‍યાય ચાર ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં અઢી વર્ષ મેયર, ત્રણ ટર્મ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન તેમજ બાંધકામ અને આરોગ્‍ય સમિતિના ચેરમેન તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી.

ભાજપના સંગઠનમાં પણ તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે જોડાયેલા ડો. ઉપાધ્‍યાયે ગુજરાત સરકારના ગ્રંથ નિર્માણ બોર્ડમાં ડાયરેક્‍ટર તરીકે પણ સેવાઓ આપી છે. તેમનો પરિવાર એક સદીથી વધુ સમયથી રાજકોટના તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. પિતાશ્રીની સેવાભાવનાની પરંપરાને આગળ ધપાવવાની સાથોસાથ તેઓ માતળ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્‍ટ, જય જલારામ મંદિર ટ્રસ્‍ટ, ગીતા જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ સહિત વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે.

(10:58 AM IST)