News of Saturday, 13th April 2024
લગ્ન પછી પહેલીવાર સામે આવેલી તાપસીની પાપરાઝીએ ઘેરી લીધી
સવાલ સાંભળી સ્માઇલ આપીઃ વિડીયો થયો વાયરલ

મુંબઇ તા. ૧૩: તાપસી પન્નુએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નામના બનાવ્યા પછી બોલીવૂડમાં પણ મોટી સંખ્યામાં ચાહકો ઉભા કર્યા છે. તાજેતરમાં તાપસીએ બેડમિન્ટન પ્લેયર મૈથિયાસ બો સાથે લગ્ન કર્યા છે. તાપસી ફિલ્મ પ્રોડયુસર આનંદ પંડિતની દિકરીના લગ્નના રિસેપ્શનમાં પહોંચી ત્યારે પાપરાઝીએ તેને ઘેરી લીધી હતી અને સર નહિ આયે, સર કહાં હૈ? તેવો સવાલ કરતાં તે શરમાઇ ગઇ હતી અને તેના ચહેરા પર સ્માઇલ જોવા મળી હતી. એ પછી તે ત્યાંથી નીકળી ગઇ હતી. આ વિડીયો સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થયો છે. જેમાં તાપસી લાલ સાડી, હાથમાં લાલ બંગડી અને વાળમાં ગજરા સાથે જોવા મળે છે. તાપસીને બધા લગ્નની શુભેચ્છાઓ આપતાં પણ દેખાય છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
