<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

ચંદુ ચેમ્‍પિયન અત્‍યાર સુધીની સોૈથી કઠીન ફિલ્‍મઃ કાર્તિક આર્યન

મુંબઇ તા. ૧૩: અભિનેતા કાર્તિક આર્યન એક પછી એક હિટ ફિલ્‍મો આપી રહ્યો છે. ભૂલભુલૈયા-૩ પછી તે સતત શુટીંગમાં વ્‍યસ્‍ત છે. હવે તે ‘ચંદુ ચેમ્‍પિયન' નામની ફિલ્‍મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્‍મ તેની કારકિર્દીની અત્‍યાર સુધીની ફિલ્‍મો કરતાં ખુબ અલગ અને કઠીન છે. નો ફિલ્‍ટર નેહા-સીઝન ૬માં કાર્તિકે કહ્યું હતું કે ચંદુ ચેમ્‍પિયનમાં ખુબ વધારે ચાઇનીઝ છે. આ ફિલ્‍મ માત્ર મુરલીકાંત પેટકરજીની યાત્રા નથી, તેમની જિંદગી પર આધારીત છે. તેમણે ભારત માટે પેરાલિમ્‍પીક સ્‍વર્ણપદક જીત્‍યુ હતું. તેમની યાત્રા બધાથી અલગ છે. મને જ્‍યારે કહાની સંભળાવાઇ ત્‍યારે વિશ્વાસ નહોતો કે આ સાચી કહાની છે. હું આ ફિલ્‍મમાં ૧૭ વર્ષનો, વીસ વર્ષનો અને ૨૪ વર્ષનો એમ અલગ અલગ પાત્ર ભજવતો જોવા મળીશ. (

(4:01 PM IST)