<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th April 2024

૨૬ એપ્રિલે રાત્રે ૯ વાગ્‍યાથી શરૂ થશેઃ કેબીસી માટે રજીસ્‍ટ્રેશન

કરોડપતિ બનવું હોય તો થઈ જાવ તૈયાર

મુંબઇ,તા. ૧૭: કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસીની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્‍વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્‍ચન હોસ્‍ટ કરશે. કૌન બનેગા કરોડપતિની આ ૧૬મી સિઝન હશે. કેબીસીની ૧૫ મી સીઝન નો છેલ્લો એપિસોડ ૨૯ ડિસેમ્‍બર ૨૦૦૨૩ ના રોજ ઓન એર થયો હતો.

કેબીસી ની નવી સિઝનની ઘોષણા શોના નિર્માતા હોય સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કરી છે. આ વીડિયોમાં ૧૫ મી સીઝનના છેલ્લા એપિસોડ ની ક્‍લિપ દેખાડવામાં આવી છે અને સાથે જ જણાવવામાં આવ્‍યું છે કે કેબીસીની ૧૬ મી સીઝનના રજીસ્‍ટ્રેશન ક્‍યારથી શરૂ થવાના છે?

આ વિડીયોના કેપ્‍શનમાં લખવામાં આવ્‍યું છે કે લોકોનો એટલો પ્રેમ છે કે ફરી એક વખત કૌન બનેગા કરોડપતિ શો ઓન એર થવા જઈ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિની ૧૬મી સિઝનના રજીસ્‍ટ્રેશન ૨૬ એપ્રિલે રાત્રે ૯ વાગ્‍યાથી શરૂ થશે.

કેબીસીની નવી સિઝન શરૂ થવાની છે તે વાતની ઘોષણા સાથે જ લોકો પણ ઉત્‍સાહમાં છે સોશિયલ મીડિયા પર લોકો કોમેન્‍ટ કરીને કેબીસીને લઈને ખુશી વ્‍યક્‍ત કરી રહ્યા છે. કેટલાક યુઝર નિર્માતાઓનો આભાર માની રહ્યા છે કે તે ફરીથી આ શો શરૂ કરવા જઈ રહ્યા છે.

(4:20 PM IST)