<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

મેં ઘણુબધુ શીખ્‍યું છેઃ સાન્‍યા મલ્‍હોત્રા

બોલીવૂડમાં ખુબ જ ટુંકા ગાળામાં સાન્‍યા મલ્‍હોત્રાએ અલગ ઓળખ બનાવી લીધી છે. બ્‍લોકબસ્‍ટર હિટ રહેલી દંગલ અને બધાઇ હો જેવી ફિલ્‍મોથી જાણીતી સાન્‍યા શાહરૂખ સાથે જવાનમાં પણ દેખાઇ ચુકી છે. ઓટીટી પર આવતી તેની ફિલ્‍મો પણ ચાલી રહી છે. પગલેટ,

લૂડો, કટહલ જેવી ફિલ્‍મોના તેના અલગ અલગ પાત્રોને ચાહકોએ

પસંદ કર્યા છે. સાન્‍યા કહે છે જવાનની રિલીઝ થઇ એ પહેલા જ તે સુપરહિટ થશે તેવા અણસાર હતાં. બધાના દિલ આ ફિલ્‍મ જીતી લેશે તેવો વિશ્વાસ હતો. મેં આ ફિલ્‍મથી ઘણુબધુ શીખ્‍યું છે. ઘણુબધુ મેં પહેલીવાર કર્યુ છે. મેં બંદૂક ચલાવવાની પધ્‍ધતીસર તાલિમ લઇ આ ફિલ્‍મમાં બંદૂક ચલાવી છે.

 

(1:54 PM IST)