<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

માનસી પારેખની ફિલ્‍મ ઝમકુડીનું ટીઝર રિલીઝઃ શું તમે ડર માટે તૈયાર છો?

આ ફિલ્‍મ ૩૧મે ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઇ,તા. ૨૫: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્‍મોમાં નવા ટ્રેન્‍ડ્‍સની સાથે નવા જોનરમાં પણ ફિલ્‍મો બનવાની શરૂ થઈ છે. ગુજરાતી ફિલ્‍મો પ્રેક્ષકોને થિયેટર સુધી લઈ આવવા માટે સફળ બની છે ત્‍યારે ગોળકેરી, કચ્‍છ એક્‍સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્‍મો આપ્‍યા બાદ સોલ સૂત્ર સ્‍ટુડિયોના બેનર હેઠળ વધુ એક ગુજરાતી ફિલ્‍મ પોતાના રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્‍મ એટલે માનસી પારેખ, વિરાજ ઘેલાણી સ્‍ટારર ઝમકુડી. આ ફિલ્‍મ ૩૧મે ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આજે ફિલ્‍મ ઝમકુડીનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્‍યું છે.

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પ્રોડક્‍શન હાઉસ સોલ સૂત્ર સ્‍ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ગુજરાતી ફિલ્‍મ ઝમકુડીનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્‍યું છે. ટીઝરની શરૂઆત ગામડાંના દ્રશ્‍યથી થાય છે. આ ગામનું નામ ધણીવાડા છે, અહીં ડાકણનો પ્રકોપ છે એવો અવાજ પાછળથી સંભળાઈ રહ્યો છે. આ ડાયલોગ્‍સ છે જેમાં આખું ગુજરાત નવરાત્રીમાં ગરબાં કરતું હોય ત્‍યારે આ ગામમાં ભયનો અંધકાર ફેલાયેલો હોય છે. ફિલ્‍મનું પોસ્‍ટર જ દર્શાવે છે કે આ ફિલ્‍મમાં હોરર તો ચોક્કસ જોવા મળશે પણ હવે જે પ્રકારની સાઉન્‍ડ ઇફેક્‍ટ્‍સ છે, અને સંજય ગોરડિયા અને ચેતન દૈયાનો જે સીન છે તેના પર આ ફિલ્‍મમાં કોમેડીનું ફલેવર પણ ઉમેરાયેલું જોવા મળી રહ્યું છે. આની સાથે જ ફિલ્‍મમાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્‍ફલુએન્‍સર વિરાજ ઘેલાણી સહિત, ઓજસ રાવલ અને જયેશ મોરે પણ મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્‍મ ઝમકુડીનું ટીઝર રિલીઝ કરવાની સાથે જ ફિલ્‍મ ૩૧મી મે ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ફિલ્‍મનું ટીઝર માનસી પારેખ ગોહિલે પોતાના ઓફિશિયલ ઈન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પર પણ શેર કર્યું છે. આ ટીઝર સાથે તેમણે લખ્‍યું છે, ‘શું તમે ડેર માટે તૈયાર છો? ઝમકુડીનું ઓફિશિયલ ટીઝર જુઓ અને તમને તૈયાર કરો લાફટર અને ફિયરના ડોઝ માટે. ટીઝર જુઓ અને કોમેન્‍ટ બોક્‍સમાં શેર કરો તમારી પ્રતિક્રિયાઓ.'

ફિલ્‍મમાં માનસી પારેખની સાથે સંજય ગોરડિયા, વિરાજ ઘેલાણી, પાર્થિવ ગોહિલ, ઓજસ રાવલ, ભૌમિક આહિર, હેતલ મોદી અને નિસર્ગ  ત્રિવેદી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્‍મને ઉમંગ વ્‍યાસ ડિરેક્‍ટ કરશે. ફિલ્‍મને માનસી અને પાર્થિવે અન્‍ય પ્રોડ્‍યુસર્સ સાથે મળીને પ્રોડ્‍યુસ કરી છે.  ફિલ્‍મના લેખક હેથ ભટ્ટ છે. જયારે ડિરેક્‍ટર ફોટોગ્રાફી ડોપટીટુની છે. પ્રોડક્‍શન ડિઝાઈનર નિખિલ કોવાલે છે, કોસ્‍ચ્‍યુમ ડિઝાઈનિંગ ગૌરી ડિઘેનું છે. મ્‍યૂઝિક બંદિશ પ્રોજેક્‍ટ, શદાબશમી, અઘોરી મ્‍યૂઝિકનું છે. જયારે લિરિક્‍સ નિરેન ભટ્ટ, પ્રિયા સરૈયા અને અઘોરી મ્‍યૂઝિકના છે.

ફિલ્‍મ ઝમકુડ઼ીનું ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો આ ફિલ્‍મના ટ્રેલર માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આની સાથે જ ફિલ્‍મ ઝમકુડી ૩૧મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.(

(5:20 PM IST)