તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
સાન્યાએ સાઇન કરી નવી ફિલ્મ

સાન્યા મલ્હોત્રાએ એક નવી ફિલ્મ સાઇન કરી છે. શશાંક ખેતાનના નિર્દેશનમાં બનનારી ‘સની સંસ્કારી કી તુલસી કુમારી' નામની ફિલ્મમાં સાન્યા અને રોહિત સરાફ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વરૂણ ધવન અને જ્હાન્વી કપૂર મુખ્ય ભુમિકામાં છે. આ એક રોમાન્ટીક અને પ્યોર પારિવારીક મનોરંજક ફિલ્મ હોવાનો દાવો થઇ રહ્યો છે. ફિલ્મનું આરંભીક શુટીંગ મુંબઇમાં શરૂ થશે. રોહિત આગામી સમયમાં ઓટીટી પ્રોજેક્ટ મિસમેચ્ડ થ્રી અને ઇશ્ક વિશ્ક રીબાઉન્ડમાં કામ કરી રહ્યો છે. બીજી તરફ સાન્યા મિસેજમાં જોવા મળશે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
