<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વિશ્વના સૌથી નાના સિંગર અબ્‍દુ રોજિક કરી રહ્યો છે લગ્ન

૭મી જુલાઈએ અબ્‍દુ રોજિક ૧૯ વર્ષની અમીરાતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે

દુબઇ,તા. ૧૦: ‘બિગ બોસ ૧૬'થી નામના મેળવનાર સિંગર અબ્‍દુ રોજિક વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે. આ જાણકારી સેલિબ્રિટી ઈન્‍સ્‍ટાગ્રામ પેજ વિરલ ભાયાણીએ એક પોસ્‍ટ દ્વારા આપી છે. પોસ્‍ટમાં અબ્‍દુના લગ્નના સારા સમાચાર આપવામાં આવ્‍યા છે. તેમ જ લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પોસ્‍ટમાં કહેવામાં આવ્‍યું હતું કે, તે અમીરાત શ્નશારજાહશ્નની છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે. આ સમાચાર આવતા જ ચાહકો છોટે ભાઈજાનને અભિનંદન આપતા થાકતા નથી.

અબ્‍દુ રોજિકની ભાવિ કન્‍યા વિશે પણ વિગતો બહાર આવી છે. સલમાન ખાનના પ્રિય સ્‍પર્ધકોમાંના એક અબ્‍દુ રોજિકની ભાવિ પત્‍ની શારજાહની છે. અબ્‍દુ રોજિક ૧૯ વર્ષની અમીરાતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે ઈન્‍સ્‍ટાગ્રામ પર એક નોટ શેર કરી અને લખ્‍યું, ‘મેં મારા જીવનમાં ક્‍યારેય વિચાર્યું નહોતું કે હું આટલો ભાગ્‍યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મારું સન્‍માન કરે અને હંમેશા મને સપોર્ટ કરશે. ૭મી જુલાઈ મારા માટે ખૂબ જ ખાસ છે!! હું તમને શબ્‍દોમાં કહી શકતો નથી કે હું કેટલી ખુશ છું

ખલીજ ટાઈમ્‍સના અહેવાલ મુજબ, અબ્‍દુ રોજિકે પણ પોતાના લગ્નને લઈને મોટું અપડેટ આપ્‍યું છે. તેણે કહ્યું કે, હું મારી આ ખુશી સામે અન્‍ય કોઈ વસ્‍તુની કલ્‍પના કરી શકતો નથી. હું મારી આ નવી સફર માટે ખૂબ જ આતુર છું. રિપોર્ટ અનુસાર, અબ્‍દુના લગ્નની પુષ્ટિ તેની મેનેજમેન્‍ટ કંપની ઈન્‍ટરનેશનલ ફાઇટિંગ ચેમ્‍પિયનશિપ મેનેજમેન્‍ટ દ્વારા કરવામાં આવી છે. તેમના પ્રવક્‍તાએ કહ્યું કે, અબ્‍દુ રોજિક તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્‍સાહિત છે. અમે તેને શુભેચ્‍છા પાઠવીએ છીએ.

બીજી તરફ છોટે ભાઈજાન ના લગ્નના સમાચાર આવતા જ ચાહકોમાં ખુશી છવાઈ ગઈ છે. ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન એક યુઝરે લખ્‍યું, અભિનંદન, નાના ભાઈ. અન્‍ય યુઝરે લખ્‍યું, અબ્‍દુ રોજિકને લગ્ન માટે અભિનંદન. આ રીતે સોશિયલ મીડિયા યુઝર્સ અબ્‍દુને અભિનંદન આપતા થાકતા નથી.

તમને જણાવી દઈએ કે, અબ્‍દુ રોજિક રિયાલિટી શો બિગ બોસ દ્વારા પહેલીવાર લાઇમલાઇટમાં આવ્‍યો હતો. તેણે બિગ બોસની ૧૬મી સીઝનમાં સ્‍પર્ધક તરીકે ભાગ લીધો હતો અને ઘરના તમામ સભ્‍યોનો ફેવરિટ બની ગયો હતો. શોમાં તેમની અને શિવ ઠાકરેની મિત્રતા અદ્વુત હતી. અબ્‍દુ ભલે આ શોનો વિજેતા ન હોય, પરંતુ તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ પછી તે ખતરોં કે ખિલાડી ૧૩માં ગેસ્‍ટ તરીકે ભાગ લેતો જોવા મળ્‍યો હતો.

‘બિગ બોસ ૧૬'માં આવ્‍યા બાદ અબ્‍દુ રોઝિક હવે ‘બિગ બોસ OTT ૨'માં પણ દેખાવાનો છે. ‘બિગ બોસ ૧૬'ને કારણે તે સૌનો ફેવરિટ બની ગયો છે. તેણે સ્‍ટન્‍ટ પર આધારિત શો ‘ખતરોં કે  ખિલાડી ૧૩'માં પણ ભાગ લીધો હતો. હવે વાઇલ્‍ડ કાર્ડ સ્‍પર્ધક તરીકે તે ‘બિગ બોસ OTT ૨'માં જવાનો છે. અબ્‍દુ મુંબઈ આવી ગયો છે. ‘બિગ બોસ OTT ૨' જીયો સિનેમા પર દરરોજ જોવા મળી રહ્યો છે. આ શોમાં આવીને અબ્‍દુ સૌનું મનોરંજન કરશે એમાં કોઈ બેમત નથી. શો વિશે અબ્‍દુએ કહ્યું કે શ્નહું અતિશય ખુશ છું કે હું ‘બિગ બોસ OTT ૨'માં જવાનો છું અને ફરીથી સૌને એન્‍ટરટેઇન કરવાનો છું. ‘બિગ બોસ OTT ૨' ખૂબ ટ્રેન્‍ડમાં છે. હું સૌની સાથે મારા ફેવરિટ ભાઈજાનને મળવા માટે પણ આતુર છું. તો સ્‍વાગત નહીં કરોગે હમારા?

(9:35 AM IST)