<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

આલિયાની ફિલ્‍મમાં હશે ભરપુર એક્‍શન

આલિયા ભટ્ટ હવે જાસૂસી ફિલ્‍મ કરી રહી છે જેમાં તે ભરપુર એક્‍શન કરવાની છે. યશરાજ ફિલ્‍મ્‍સ દ્વારા બનાવવામાં આવી રહેલી તેમના પ્રોડક્‍શન હાઉસની આ પહેલી મહિલાકેન્‍દ્રિત જાસૂસી ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં આલિયા સાથે શર્વરી વાઘ પણ જોવા મળશે. વેબ-શો ‘ધ રેલવેમેન'ને ડિરેક્‍ટ કરનાર શિવ રવૈલા આ ફિલ્‍મનો  નિર્દેશક છે. જેમાં બોબી દેઓલ વિલન છે. ‘ટાઇગર' સિરીઝ, ‘વોર' અને ‘પઠાન' દરેકમાં એક્‍શન ખૂબ જોરદાર દેખાડવામાં આવી છે. આ ફિલ્‍મમાં પણ આલિયાને ઘણી એક્‍શન કરતી દેખાડવામાં આવી છે અને લગભગ સાત મોટી-મોટી એક્‍શન-સીક્‍વન્‍સનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

(10:17 AM IST)