News of Friday, 10th May 2024
ફરી સાથે કામ કરશે સિધ્ધાર્થ-કિયારા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કરી લીધા પછી આ બંને એક સાથે ફિલ્મમાં ફરીવાર આવે તેવી ચાહકોની ઇચ્છા જલ્દી પુરી થશે. સિધ્ધાર્થ અને કિયારાએ શેરશાહમાં સાથે કર્યુ હતું. હવે આ આ બંને કરણ જોહર નિર્મીત રોમાન્ટીક કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ વિશે પૂછતાં સિદ્ધાર્થ કહે છે એ ફિલ્મ બનવાની છે એ નક્કી છે, પરંતુ કયારે એ ખબર નથી. જોકે અમે બંને સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છીએ. આ માટે અમે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છીએ જે અમને બંનેને ન્યાય આપી શકે. શેરશાહ માટે અમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
