News of Thursday, 16th May 2024
આમિરનો પુત્ર જુનૈદ ખાન શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર સાથે અનટાઈટલ્ડ ફિલ્મનીકરી રહ્યો છે તૈયારી

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને અભિનેત્રી ખુશી કપૂર સાથે તેની ત્રીજી અનટાઈટલ્ડ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે.પ્રોડક્શનની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “જુનૈદ બે ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યો છે અને હવે તે તેના ત્રીજા પ્રોજેક્ટ માટે તૈયાર છે, જે અગાઉની બે ફિલ્મોથી ઘણો અલગ છે."તે પોતાની આગામી અનટાઈટલ્ડ ફિલ્મમાં ખુશી કપૂર સાથે જોવા મળશે, જેના વિશે ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે."જુનૈદે તેનો પ્રોજેક્ટ 'મહારાજા' અને સાઈ પલ્લવી સાથે અનટાઈટલ ફિલ્મ પૂર્ણ કરી છે.'મહારાજા' 1862ના મહારાજા બદનક્ષી કેસથી પ્રેરિત હોવાનું કહેવાય છે. તેમાં જયદીપ અહલાવત અને શર્વરી વાળા પણ છે, જેમાં જુનૈદ રિપોર્ટરની ભૂમિકા ભજવે છે. જોકે, ફિલ્મની અન્ય વિગતો હજુ છૂપાયેલી છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
