<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કુશલ અને શિવાંગી વચ્‍ચે કુછ તો હૈ

ટીવી પરદાના સ્‍ટાર શિવાંગી જોશી અને કુશાલ ટંડન થોડા સમયથી પ્રેમમાં હોવાનું કેહવાય છે. ટૂંક સમયમાં સગાઈ પણ કરવાનાં છે તેવી ચર્ચા છે. આ બંનેએ આ બન્નેએ સિરિયલ ‘બરસાતેં-મૌસમ પ્‍યાર કા'માં સાથે કામ કર્યું હતું. લોકોને તેમની આ જોડી ખૂબ ગમી હતી. સોની પર આવતો આ શો ફેબ્રુઆરીમાં બંધ થઈ ગયો હતો. શોના સેટ પર જ બંને નજીક આવ્‍યાં હતાં. જો કે બંનેએ પોતાના આ રિલેશનને જાહેરમાં સ્‍વીકાર્યું નથી. પચીસ વર્ષની શિવાંગીના અગાઉ ‘બાલિકા વધૂ-૨'ના કો-સ્‍ટાર રણદીપ રાય સાથે રિલેશન હોવાની ચર્ચા હતી. જોકે બાદમાં બંનેએ કહેલું કે અમે માત્ર સારા મિત્રો છીએ. ઓગણચાલીસ વર્ષના કુશાલ ટંડનના રિલેશન ગૌહર ખાન સાથે ચગ્‍યા હતા, પણ ઝડપથી અંત આવ્‍યો હતો.

(9:55 AM IST)