<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ઓગષ્‍ટમાં શરૂ થશે હાઉસફુલ-૫નું શુટીંગ

હાઉસફુલ ફિલ્‍મનો પાંચમો ભાગ બની રહ્યો છે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની હાઉસફુલ ફ્રેન્‍ચાઈઝીની પટકથા અને કાસ્‍ટ ફાઈનલ થઈ ગયા છે. આગમી ઓગસ્‍ટ મહિનામાં ફિલ્‍મનું શુટીંગ યુકેમાં શરૂ થશે. અને બંને મુખ્‍ય કલાકારો આ શૂટમાં ભાગ લેશે. ફિલ્‍મની કાસ્‍ટીંગ પ્રક્રિયા હજી ચાલુ છે. પણ અક્ષય અને રિતેશના નામ પહેલેથી નક્કી હતા. હાઉસફૂલનું શૂટીંગ ક્રુઝમાં થશે.  પિસ્‍તાલીસ દિવસનું આ શેડયુલ હશે. પાંચમા ભાગ સુધી પહોંચનારી હાઉસફુલ બોલીવૂડની પહેલી ફિલ્‍મ છે. સર્જકોએ હાઉસફૂલને આગામી વર્ષે છઠ્ઠી જૂને રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. હાઉસફૂલનો આ ભાગ પણ તેના અગાઉના ભાગની જેમ રૂપેરી પડદે ધમાલ મચાવશે તેવી આશા છે.

(9:56 AM IST)