<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ઝડપથી કામ પુરા કરી રહી છે દિપીકા

અભિનેત્રી દિપીકા પાદુકોણ આગામી સમયમાં માતા બનવાની છે. આથી તે પોતાના હાથ પર રહેલા કામ ઝડપથી ખતમ કરી રહી છે. રણબીર અને દિપીકાએ સપ્‍ટેમ્‍બરમાં પોતે પેરેન્‍ટસ બનશે તેવુ ચાહકોને કહ્યું હતું. હાલમાં દિપીકા પાસે સિંઘમ અગેઇન છે. આ ફિલ્‍મનું શુટીંગ તે આ  મહિનાના અંતમાં પુરુ કરી લેવાની છે. તે ફિલ્‍મમાં તે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. તેનો ફર્સ્‍ટ લૂક જાહેર થતાં ચાહકોએ તેને શુભેચ્‍છાઓ પાઠવી હતી. બીજી તરફ રણબીર કપૂર પણ આવનાર સંતાન સાથે વધુ સમય પસાર કરવા ઇચ્‍છતો હોઇ તે પણ પોતાના પેન્‍ડીંગ કામ ઝડપથી ખતમ કરી રહ્યો છે.

(9:56 AM IST)