તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 19th May 2024
કાંસ ફિલ્મ ફેસ્ટિવલ ર૦ર૪ની ઝલકઃ પિંક એન્ડ બ્લકે ડ્રેસમાં નજર આવી કિઆરા
રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના વુમન ઇન સિનેમા ગાલા ડિનર દરમિયાન અભિનેત્રી કિઆરા અડવાણી ઘણા સ્ટાઈલિશ આઉટફિટ્સ જોવા મળ્યા હતા

નવી દિલ્હીઃ કાન્સ 2024ને લઇને બોલિવૂડ સુંદરીઓના લુક્સ અત્યારે સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળે છે. ત્યારે રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના વુમન ઇન સિનેમા ગાલા ડિનર દરમિયાન અભિનેત્રી કિઆરા અડવાણી ખૂબ સુંદર જોવા મળી હતી. આ ઈવેન્ટમાં કિયારાના ઘણા સ્ટાઈલિશ આઉટફિટ્સ જોવા મળ્યા હતા.
આ ગાલા ડિનર કેન્સ 2024 દરમિયાન યોજાયું હતું. ત્યારે ફેન્સ તો કિઆરાના લુક્સથી ઘાયલ થયા જ છે પરંતુ કિઆરાએ સિદ્ધાર્થનું પણ દિલ જીતી લીધુ છે.
કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સિનેમા ગાલા ડિનરની કેટલીક તસવીરો શેર કરી હતી. આ સુંદર તસવીરોમાં તમે અભિનેત્રીને રેડ કાર્પેટ પરનો કિલર લુક જોવા મળે છે. કિઆરા સિમ્પલ પણ એલિગન્ટ લાગી રહી હતી. ડિનર ગાલા માટે કિયારા અડવાણીએ પિંક અને બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેણે સ્ટ્રેપલેસ પિંક ટોપ સાથે ફિશ કટ લોંગ સ્કર્ટ પહેર્યું હતું. હાથ પર લાંબા નેટ ગ્લોવ્ઝ પહેર્યા છે.
કિઆરા અડવાણીએ પિંક અને બ્લેક ડ્રેમાં પોતાના લુકને મિનિમલ જ રાખ્યો. તેણે માત્ર ડાયમંડ સ્નેક સ્ટાઇલ જ્વેલરી પહેરી હતી. હાઇ ટાઇટ હેર બન અને ગ્લોસી મેકઅપમાં કિઆરા ક્યૂટ લાગી રહી હતી. પોસ્ટ કરેલી તસવીરમાં કિઆરા શાનદાર પોઝ આપતી જોા મળી હતી કેટલીત તસવીરોમાં બીટીએસ ઝલક પણ જોવા મળી રહી છે. જેમાં તે ઇવેન્ટ માટે તૈયાર થતી હતી અને પોતાની ટીમ સાથે નજર આવી રહી હતી.
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ કાન્સમાં પોતાની સુંદર તસવીરો શેર કરતા લખ્યું, 'એક યાદગાર રાત.' પોસ્ટ શેર કર્યા પછી તરત જ, તેના પ્રેમાળ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને તેના પર પ્રેમ વરસાવ્યો. સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારાનો આ કાન્સ લૂક ઘણો પસંદ આવ્યો છે. મહત્વનું છે કે રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનની વુમન ઇન સિનેમા ગાલા ડિનર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024નો ભાગ છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
