<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

‘‘કલ્‍કી ર૮૯૮ એડી''નો પ્રમોશનલ વિડીયો માટે ખર્ચ કરાયો ત્રણ કરોડ : ર૭ મી જુને થશે રિલીઝ

આ ફિલ્‍મનું બજેટ છે ૬૦૦ કરોડ, પ્રમોશન માટેનું બજેટ છે ૪૦ થી ૬૦ કરોડ

મુંબઇ, તા. ર૪ :  કલ્‍કી ૨૮૯૮ એડીના મેકર્સ આ ફિલ્‍મને ૨૭ જૂને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્‍મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્‍ચન, કમલ હાસન, દિશા પટણી જોવા મળશે. કલ્‍કિ ૨૮૯૮ એડીના પ્રમોશન માટે કરોડો રુપિયાનું બજેટ છે. ગત્ત વર્ષે તેમની ફિલ્‍મ સાલાર રિલીઝ થઈ હતી. જેનાથી બોક્‍સ ઓફિસ પર બમ્‍પર કમાણી કરી હતી. ત્‍યારબાદ ચાહકોની નજર અભિનેતાની કલ્‍કિ ૨૮૯૮ એડી પર ટકેલી છે. આ ફિલ્‍મથી પ્રભાસના લુકના ફોટો પણ સામે આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે, આ મોટા બજેટની ફિલ્‍મ છે. મેકર્સ પણ આ ફિલ્‍મને હિટ કરવા માટે કોઈ કસર છોડી નથી. ત્‍યારે હવે ફિલ્‍મનું બજેટ મોટું છે લેટેસ્‍ટ રિપોર્ટ મુજબ ફિલ્‍મના પ્રમોશન પર પણ ખુબ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં પ્રમોશનલ વીડિયો માટે ૩ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. જે માત્ર ૧૨ સેકન્‍ડનો હતો, બજેટની સાથે આનું પ્રમોશનલ બજેટ અલગ રાખવામાં આવ્‍યું છે.પ્રભાસ, અમિતાભ બચ્‍ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન સ્‍ટાર કલ્‍કિ ૨૮૯૮ એડીનું કુલ બજેટ ૬૦૦ કરોડ કહેવામાં આવી રહ્યું છે.ફિલ્‍મને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સ આના પર કોઈ જોખમ લેવા માગતુ નથી. પ્રમોશન માટે પણ કરોડો રુપિયા ખર્ચ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આટલી રકમમાં તો શેતાન જેવી ફિલ્‍મ બની જાય છે.

રિપોર્ટ અનુસાર આઈપીએલ ૨૦૨૪ મેચ દરમિયાન કલ્‍કિ ૨૮૯૮ એડીના ૧૨ સેકન્‍ડનું પ્રમોશન કર્યું હતુ. આ માટે મેકર્સે ૩ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. હવે મેકર્સે પ્રભાસની ફિલ્‍મ કલ્‍કિ ૨૮૯૮ એડીના પ્રમોશન માટે ૪૦-૬૦ કરોડ રુપિયાનું બજેટ રાખ્‍યું છે. જેને લઈ હજુ કોઈ ઓફિશિયલ સ્‍ટેટમેન્‍ટ સામે આવ્‍યું નથી. જો મેકર્સ આટલો ખર્ચ કરશે તો રસપ્રદ રહેશે કે, રિલીઝ બાદ ચાહકો અને દર્શકો આ ફિલ્‍મને રિસ્‍પોન્‍સ કેવો આપે છે.

નાગા અશ્વિન દ્રારા નિર્દેશિત અને વૈજયંતી ફિલ્‍મ દ્વારા નિર્મિત ફિલ્‍મ કલ્‍કિ ૨૮૯૮ એડીને અનેક ભાષામાં રિલીઝ કરવામાં આવશે. હિન્‍દી, ઈંગ્‍લિશને લઈ સાઉથમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્‍મ સાયન્‍સ ફિક્‍શન આધારિત છે.

પ્રભાસની આ ફિલ્‍મની રિલીઝની વાત કરીએ તો આ ૨૭ જૂને દુનિયાભરમાં રિલીઝ થશે. ચાહકો અને પ્રભાસના ચાહકો આ ફિલ્‍મની રિલીઝને લઈ રાહ જોઈ રહ્યા છે.

(4:49 PM IST)