<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

અભિનેત્રી લૈલા ખાનના હત્યારાને કોર્ટે ફાંસીની સજા ફટકારી

મુંબઈ: અભિનેત્રી લૈલા ખાન ઉર્ફે રેશ્મા પટેલ અને તેના પરિવારની હત્યા કેસમાં દોષિત સાવકા પિતા પરવેઝ ટાકને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. અભિનેત્રી લૈલા ખાનની 2011માં તેની માતા અને ચાર ભાઈ-બહેનો સાથે હત્યા કરવામાં આવી હતી. લૈલાની હત્યાનો કેસ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે આ કેસમાં સેશન્સ કોર્ટે પરવેઝ ટાકને હત્યાનો દોષી ઠેરવ્યો છે અને તેને ફાંસીની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે પરવેઝને પુરાવાનો નાશ કરવા માટે દોષિત ઠેરવ્યો છે. તેનું અસલી નામ રેશ્મા પટેલ હતું પરંતુ તેણે પહેલી ફિલ્મ બાદ પોતાનું નામ બદલી નાખ્યું હતું. લૈલાએ અભિનેતા રાજેશ ખન્ના સાથે હિન્દી ફિલ્મોમાં વફાઃ અ ડેડલી લવ સ્ટોરીમાં પણ કામ કર્યું હતું. લૈલાએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા જેના કારણે તેની ખૂબ ટીકા થઈ હતી.

 

(5:26 PM IST)