News of Saturday, 25th May 2024
કાન ફેસ્ટીવલમાં ભારતીય અભિનેત્રી અનસુયા સેનગુપ્તાએ ઇતિહાસ રચ્યો
પહેલી જ વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો

મુંબઇ તા. ૨૫: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર કોઈ ભારતીયને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ અનસૂયા સેનગુપ્તાએ મેળવી ઇતિહાસ રચ્યો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મનોરંજન જગતની હસ્તીઓ આવી હતી. ૧૪મી મેથી શરૂ થયેલી આ ઈવેન્ટનો આજે એટલે કે ૨૫મીમે છેલ્લો દિવસ છે. જેમાં આ ૭૭માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તાએ ઈતિહાસ રચી દીધો છે. કોલકાતાની રહેવાસી અનસૂયા આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય બની છે. તેને આ એવોર્ડ ફિલ્મ ‘શેમલેસ' માટે મળ્યો છે, જેનું નિર્દેશન બલ્ગેરિયન ફિલ્મમેકર કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા કરવામાં આવ્યું છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
