News of Monday, 27th May 2024
સલમાન ખાન લીડ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે બાહુબલી ફેમ કટપ્પા

મુંબઈ: આ દિવસોમાં સલમાન ખાન તેની ફિલ્મ 'સિકંદર'ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાને ઈદના અવસર પર ફિલ્મ 'સિકંદર'ની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મના વિલનના નામની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિકંદરમાં અરવિંદ સ્વામી અથવા તો પ્રકાશ રાજ વિલન તરીકે જોવા મળશે. પરંતુ હવે જે માહિતી સામે આવી છે તે જાણ્યા બાદ સલમાન ખાનના ફેન્સ ભારે ખુશ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાહુબલીથી ફેમસ થયેલા તેલુગુ એક્ટર સત્યરાજ ઉર્ફે કટપ્પા સિકંદરમાં સલમાન ખાનની સામે વિલન તરીકે જોવા મળશે. સત્યરાજે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
