<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

જાનકીની વધુ એક ફિલ્‍મ રીલીઝ થશે

છેલ્લો દિવસ, છુટી જશે છક્કા, નાડીદોષ, વશ સહિતની ગુજરાતી ફિલ્‍મોને કારણે જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલાની છેલ્લે ‘શૈતાન' ફિલ્‍મમાં જોવા મળ હતી. જેમાં તેણે અજય દેવગણની દિકરીનો રોલ નિભાવ્‍યો છે. આ હોરર ફિલ્‍મ દર્શકોને ખુબ ગમી હતી. જે ગુજરાતી ફિલ્‍મ વશની હિન્‍દી રીમેક હતી. હવે જાનકી વધુ એક ફિલ્‍મમાં જોવા મળશે. ત્રીશા ઓન ધ રોક્‍સ નામની આ ફિલ્‍મ રીલીઝ માટે તૈયાર છે. આ ગુજરાતી ફિલ્‍મ એકવીસમી જૂને હિન્‍દીમાં પણ રિલીઝ થવાની છે. ફિલ્‍મમાં તેની સાથે હિતેન કુમાર પણ જોવા મળશે. આ ફિલ્‍મનું પહેલું પોસ્‍ટર જાનકીએ ગયા વર્ષે તેના જન્‍મદિને રીલીઝ કર્યુ હતું.

(9:55 AM IST)