<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

અભય વર્મા અભિનીત હોરર ફિલ્‍મ ‘મુંજ્‍યા' આવી રહી છે ૭મી જુને

મેડોક ફિલ્‍મ્‍સ વધુ એક વખત ડરાવશે દર્શકોનેઃ સાથે કોમેડીનો ડોઝ બોલીવૂડમાં કદી આવી ફિલ્‍મ બની નથી, રમુજના ડોઝ સાથે અણધાર્યા વળાંકો છેઃ અભય

મુંબઇ તા. ૩૦: ધ ફેમિલી મેન, સફેદ સહિતની ફિલ્‍મો કરી ચુકેલા અભિનેતા અભય વર્મા હવે આગામી હોરર ફિલ્‍મ ‘મુંજયા'માં જોવા મળશે. અભય કહે છે કે આ ફિમલ માટે હું ખુબ ઉત્‍સુક છું. અભિનેતા અભય તેની બહુમુખી પ્રતિભા અને સમર્પણ માટે જાણીતા છે. ધર્મા પ્રોડક્‍શન્‍સની એ વતન મેરે વતન સાથે કેન્‍સનો એક ભાગ બનેલી સફેદમાં તેના અભિનય માટે અગાઉ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પ્રશંસા મેળવનાર અભય હવે મનોરંજનથી ભરપૂર, હોરર ફિલ્‍મ ‘મુંજ્‍યા'માં જોવા મળશે.

દિનેશ વિજાનની મેડોક ફિલ્‍મ હમેંશા મહાવ્‍યાકાંક્ષી કહાનીઓ સાથેની ફિલ્‍મો આપે છે.સ્ત્રી, ભેડીયા સહિતની તેની ફિલ્‍મો જાણીતી છે. તે હોરર કોમેડીના અંગ્રદુત ગણાય છે. તેની આગામી ફિલ્‍મ ‘મુંજયા' ૭મી જુને થિએટરમાં આવી રહી છે. આદિત્‍ય સરપોતદાર દ્વારા નિર્દેશીત અને નિરેન ભટ્ટ દ્વારા લિખીત (સંવાદ-પટકથા) આ ફિલ્‍મમાં સર્વરી વાઘ મુખ્‍ય ભુમિકામાં છે. સાથે અભય વર્મા, મોના સિંઘ સહિતના કલાકારો છે.

ફિલ્‍મની ઉત્તેજના અને વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરતાં, અભયે શેર કર્યુ છે કે બોલિવૂડમાં પહેલાં ન બન્‍યું હોય તેવી કોઈ વસ્‍તુનો ભાગ બનવા માટે સક્ષમ બનવું તે મારા માટે ખાસ બનાવે છે. તમે હંમેશા પ્રેમ કથાઓનો ભાગ બનવા માંગો છો. બોલિવૂડ અને હું શ્રીગણેશ માટે અત્‍યંત પ્રસન્ન છીએ. આ દુષ્ટ છતાં પ્રેમાળ પ્રેમ કહાની છે! ‘મુંજ્‍યા' એક ગ્રાઉન્‍ડબ્રેકિંગ ફિલ્‍મ બનવાનું વચન આપે છે, જેમાં રમુજના ભારે ડોઝ સાથે અણધાર્યા વળાંકોનો સમાવેશ થાય છે. અભય જે ફિલ્‍મનું નેતળત્‍વ કરે છે તેણે નવીન પ્રોજેક્‍ટ્‍સ પ્રત્‍યેનો પોતાનો જુસ્‍સો વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે-કંઈક એવું બનાવવું જે પહેલાં કયારેય નહોતું કરવામાં આવ્‍યું હોય તે હંમેશા કંઈક એવું છે જે તરફ હું ઝુકાવતો હતો. મુંજ્‍યા એક પ્રકારનો સિનેમેટિક અનુભવ છે જેમાં અણધાર્યા વળાંક આવે છે. રમૂજની ભારે માત્રા જેવી પ્રેમ કથાનું નેતળત્‍વ કરવું એ એક સ્‍વપ્‍ન જીવનમાં આવવા જેવું લાગે છે.

(3:08 PM IST)