તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
બુર્જ ખલીફા ખાતે ચંદુ ચેમ્પિયનનું એડવાન્સ બુકિંગ જાહેર

મુંબઈ: કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે ચાહકોમાં ભારે ક્રેઝ છે. અભિનેતા કાર્તિક આર્યનની આ ફિલ્મની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં કાર્તિકનો દમદાર અવતાર જોવા મળ્યો હતો. આમાં કાર્તિક રિયલ લાઈફ હીરો મુરલીકાંત પેટકરનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મ શુક્રવારે (14 જૂન) સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ માહિતી કાર્તિકે પોતે એક વીડિયો શેર કરીને આપી છે. બુર્જ ખલીફા પર એડવાન્સ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મોટા ભાગના નિર્માતાઓ ફિલ્મના ગીતો અને ટ્રેલર બુર્જ ખલીફામાં બતાવે છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ત્યાં બતાવવામાં આવ્યું હોય.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
