તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
પ્રથમ મહિલા IPS કિરણ બેદીના જીવન પર બેદી બનવા જઈ રહી છે : નિર્માતાઓએ જાહેરાત કરી

મુંબઈ: ભારતીય સિનેમામાં વધુ એક પ્રેરણાદાયી વાર્તા સ્ક્રીન પર આવવા જઈ રહી છે. દેશની પ્રથમ મહિલા IPS ઓફિસર કિરણ બેદીના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ 'બેદી'ની જાહેરાત કરવામાં આવી છે. 11 જૂનના રોજ, નિર્માતાઓએ તેનો પહેલો વિડિયો રિલીઝ કર્યો, જે કિરણ બેદીની બહાદુરી, નિર્ભયતા અને સત્ય દર્શાવે છે. કિરણ બેદીનું નામ દેશના મોટા નામોમાં ગણવામાં આવે છે. 1972માં દેશની પ્રથમ મહિલા IPS ઓફિસર બનનાર કિરણ બેદીએ પોતાની બેચના 80 પુરૂષ પોલીસ અધિકારીઓમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમણે દિલ્હી, ગોવા, ચંદીગઢ અને મિઝોરમમાં સેવા આપી હતી. કિરણ બેદીએ દહેજ પ્રથા અને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યું અને તિહાર જેલને મોડેલ જેલમાં રૂપાંતરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.કિરણ બેદીની સફર ટેનિસ કોર્ટથી શરૂ થઈ હતી. તે એક ઉત્તમ ટેનિસ ખેલાડી પણ રહી છે. 1972માં આઈપીએસ બન્યા બાદ તેમણે 35 વર્ષ સુધી દેશની સેવા કરી અને 2007માં નિવૃત્ત થયા. તે સમયે તે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર જનરલ હતા.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
