News of Friday, 14th June 2024
કોમેડી-ડ્રામા ‘ખેલ ખેલ મેં '૧૫મી ઓગષ્ટે આવશે સિનેમાઘરોમાં
અક્ષય કુમાર, તાપસી પન્ની, વાણી કપૂરની મુખ્ય ભુમિકા

મુંબઇ તા. ૧૪: અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલ ખેલ મેં' આગામી ૧૫મી ઓગષ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન મુખ્ય ભુમિકામાં છે. મુદસ્સર અઝીઝ દ્વારા નિર્દેશિત ‘ખેલ ખેલ મે' થિએટરમાં રિલીઝ થવાની છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં રમૂજ અને લાગણીઓનું ભરપુર મિશ્રણ હોવાનું નિર્માતા વચન આપે છે. ભૂષણ કુમાર, કિશન કુમાર, વિપુલ ડી શાહ, અશ્વિન વર્દે, રાજેશ બહલ, શશિકાંત સિંહા અને અજય રાય દ્વારા નિર્મિત ફિલ્મ ફિલ્મ દર્શકોને હસાવવા માટે તૈયાર છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
