<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ફિલ્‍મ ‘કલ્‍કિ ૨૮૯૮ એડી'માં ભૈરવ (પ્રભાસ)નું વાહન ‘બજ્‍જી' જગાવી રહ્યું છે ભારે ઉત્‍સુકતા

છ ટન વજનનું આ ભવિષ્‍યવાદી વાહન અમદાવાદમાં એન્‍ટર થયું: ફિલ્‍મમાં તે ભૈરવનું વફદાર મિત્ર છેઃ ૨૭ જુને આવી રહી છે ફિલ્‍મ

મુંબઇ તા. ૧૪: ફિલ્‍મ ‘કલ્‍કિ ૨૮૯૮ એડી'ની ખુબ ચર્ચા છે. આ ફિલ્‍મનું ટ્રેલર લોન્‍ચ થઇ ગયા બાદ ચાહકોની ઉત્‍સુકતા વધી ગઇ છે. ફિલ્‍માં અમિતાભ બચ્‍ચન, કમલ હાસન, પ્રભાસ, દિપીકા પાદુકોણ અને દીશા પટાણીની મુખ્‍ય ભુમિકા છે.

નિર્માતા વૈજયંતિ મુવીઝ અને નિર્દેશક નાગ અશ્વીનની આ ફિલ્‍મમાં એક ખાસ પ્રકારના ભવિષ્‍યવાદી વાહન બુજ્‍જીનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. દેખાવમાં અલગ જ જણાતું આ વાહન ભારતીય એન્‍જિનીયરીંગનો ચમત્‍કાર છે. આ વાહનનું નિર્માતાઓ દ્વારા ફિલ્‍મના પ્રમોશનના ભાગ રૂપે અલગ અલગ શહેરોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. છ ટન વજન ધરાવતા વાહનને અગાઉ ચેન્‍નઇ, મુંબઇમાં પ્રદર્શિત કરવામાં આવ્‍યા બાદ હવે અમદાવાદમાં લાવવામાં આવ્‍યું હતું. મુંબઇમાં ‘મીટ બુજ્‍જી' કાર્યક્રમમાં હજારો લોકો અને મિડીયા કર્મીઓ સામેલ થયા હતાં.

ફિલ્‍મમાં ભૈરવનું પાત્ર ભજવી રહેલા અભિનેતા પ્રભાસનું વાહન કે જેને ‘બુજ્‍જી' નામ અપાયું છે તેનું ભરોસાપાત્ર દોસ્‍ત છે.  આ ભવ્‍ષ્‍યિના વાહનનું શાનદાર લોન્‍ચીંગ થોડા અઠવાડીયા પહેલા હૈદરાબાદમાં થયું હતું. ફિલ્‍મ કલ્‍કિ ૨૮૯૮ એડી આગામી ૨૭ જુનના રોજ સિનેમાઘરોમાં આવશે. પેન-ઇન્‍ડિયાની આ પોૈરાણીક કથાઓ પર આધારીત સાયન્‍સ ફિક્‍શન ફિલ્‍મ છે.

(1:31 PM IST)