તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
સ્ત્રી-૨નું ડરામણું ટીઝર રીલીઝઃ રાજકુમાર ફરી વિક્કીના રોલમાં
પંદરમી ઓગષ્ટે સિનમાઘરોમાં આવશે ફિલ્મ

મુંબઇ તા. ૧૫: દમદાર કલાકાર રાજકુમાર રાવ ‘સ્ત્રી-૨'માં ફરી એકવાર વિક્કીના પાત્રમાં જોવા મળશે. બહુપ્રતિક્ષીત ફિલ્મનું ટીઝર રીલીઝ થઇ ગયું છે. આ ટ્રીઝરને મેૈડોક ફિલ્મ્સની ફિલ્મ મુંજ્યા સાથે સિનેમાઘરોમાં બતાવાઇ રહ્યું છે. નિર્માતા સ્પષ્ટ કરી રહ્યા છે કેસ્ત્રી-૨ આગલા ભાગ કરતાં વધુ ડરાવની અને મજેદાર છે. આ વર્ષમાં રાજકુમાર રાવની આ ત્રીજી ફિલ્મ છે. તાજેતરમાં રાજકુમારને દર્શકોએ ફિલ્મ શ્રીકાંતમાં દ્રષ્ટિબાધીત ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના રોલમાં જોયો હતો. મિસ્ટર એન્ડ મિસીસ માહીમાં તે ક્રિકેટ કોચના રોલમાં દેખાયો હતો. હવેસ્ત્રી-૨માં ચાહકો ફરી તેને વિક્કીના રોલમાં જોઇ શકશે. આ ઉપરાંત રાજકુમાર આગામી ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયોમાં તૃપ્તિ ડીમરી સાથે જોવા મળશે. અમર કોૈશિક દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં શ્રધ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના પણ છે. વરૂણ ધવન અને તમન્ના ભાટીયા ગેસ્ટ રોલમાં જોવા મળશે. ૩૯ સેકન્ડનું ટીઝર ખુબ ડરામણું છે. ફિલ્મ આવતા મહિને પંદરમી ઓગષ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
