<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

આમિર ખાનના દિકરા જુનૈદે આ ફિલ્‍મથી કરી છે કારકિર્દીની શરૂઆત

અભિનેતા જુનૈદ ખાન અને જયદીપ અહલાવત, સર્વરી વાઘ, શાલીની પાંડેની મુખ્‍ય ભુમિકા ધરાવતી  ફિલ્‍મ મહારાજ કી કહાની ૧૮૬૨ના માનહાનિ કેસની વાર્તા પર આધારિત છે. ભારતીય કાયદાના ઇતિહાસમાં આ કેસની ઊંડી અસર છે. ફિલ્‍મમાં જુનૈદ રિપોર્ટર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યો છે. જેમણે મહિલાઓના અધિકારો અને સામાજિક સુધારા માટે અવાજ ઉઠાવ્‍યો હતો. હિંદુ ધર્મ ગુરૂની વાર્તાને લઈને ફિલ્‍મ મહારાજને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બદનક્ષીના કેસમાં હિંદુ મહારાજે કરસનદાસ સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો કે તે તેમની અને ભક્‍તોની છબીને કલંકિત કરી રહ્યો છે. ફિલ્‍મનું નિર્દેશન સિધ્‍ધાર્થ મલ્‍હોત્રાએ કર્યુ છે. આમિર ખાનના દિકરા જુનેૈદ ખાને આ ફિલ્‍મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી છે.

(6:36 PM IST)