<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

'હમારે બારહ' હવે 21 જૂને રિલીઝ : બોમ્બે હાઈકોર્ટે આપી લીલી ઝંડી

મુંબઈ: બોલિવૂડ એક્ટર અન્નુ કપૂરની ફિલ્મ 'હમારે બારહ'નું ટીઝર રિલીઝ થયા બાદ હોબાળો થયો હતો. ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ હવે બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હવે 21 જૂને રિલીઝ થશે.બુધવારે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પૂનીવાલાની બેન્ચે 'હમારા બારહ' વિશે સુનાવણી કરી. આ દરમિયાન અરજીકર્તાએ ફિલ્મ નિર્માતાઓ પર એક વિશેષ ધર્મને બદનામ કરવાનો આરોપ લગાવ્યો અને ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી.નિર્માતાઓએ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ તે તમામ દ્રશ્યો અને સંવાદોને હટાવી દેશે જે ખોટા માનવામાં આવે છે.નિર્માતાઓ ફિલ્મમાં કેટલાક ફેરફારો માટે સંમત થયા પછી ચુકાદો આપતી વખતે, કોર્ટે 'હમારે બારહ'ને 21 જૂન, 2024 ના રોજ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી.તમને જણાવી દઈએ કે 'હમારે બારહ' પહેલા 7 જૂને અને પછી 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદોને કારણે તેની રિલીઝ પર રોક લગાવવામાં આવી હતી.

 

(6:10 PM IST)