<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

અમિતાભ બચ્‍ચને મુંબઈમાં ૬૦ કરોડની ત્રણ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી

એક જ બિલ્‍ડિંગમાં એક વર્ષમાં બીજું રોકાણ : ગયાં વર્ષે આ જ બિલ્‍ડિંગમાં ૨૯ કરોડમાં ચાર ઓફિસ ખરીદી હતી

મુંબઇ તા. ૨૭ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્‍ચને તાજેતરમાં ૬૦ કરોડ રૂપિયાની ત્રણ કોમર્શિયલ ઓફિસ ખરીદી છે. કોમર્શિયલ રિયલ એસ્‍ટેટ એનાલિટિક્‍સ વેબસાઇટ Floortap.com દ્વારા એક્‍સેસ કરાયેલા કાગળો અનુસાર, બોલીવુડના સુપરસ્‍ટાર અમિતાભ બચ્‍ચને મુંબઈની વીર સાવરકર સિગ્નેચર બિલ્‍ડીંગમાં ત્રણ ઓફિસ સ્‍પેસ માટે આશરે રૂ. ૬૦ કરોડ ચૂકવ્‍યા છે. દસ્‍તાવેજ અનુસાર, તેની ઓફિસ મુંબઈના અંધેરી વેસ્‍ટ વિસ્‍તારમાં વીરા દેસાઈ રોડ પર સિગ્નેચર બિલ્‍ડિંગમાં આવેલી છે.

રેકોર્ડ મુજબ, બિગ બીએ કુલ ૮,૪૨૯ ચોરસ ફૂટની ત્રણ ઓફિસ સ્‍પેસ માટે રૂ. ૫૯.૫૮ કરોડ ચૂકવ્‍યા છે. અહેવાલો અનુસાર, વેચાણ ડીડ ૨૦ જૂન, ૨૦૨૪ ના રોજ જારી કરવામાં આવી છે. આ સોદા માટે અમિતાભ બચ્‍ચને ૩.૫૭ કરોડ રૂપિયાની સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ચૂકવી હતી. દસ્‍તાવેજો દર્શાવે છે કે આ કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ ત્રણ પાર્કિંગ જગ્‍યાઓ આપે છે. વીર સાવરકર પ્રોજેક્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડે કોમર્શિયલ પ્રોપર્ટી વેચી હતી.

એક જ સિગ્નેચર બિલ્‍ડિંગમાં અમિતાભ બચ્‍ચનના ચાર ઓફિસ સ્‍યુટ છે. તેમણે ઓગસ્‍ટ ૨૦૨૩માં ઓફિસની આ જગ્‍યાઓ ખરીદી હતી. આ સિવાય તેણે ડિસેમ્‍બર ૨૦૨૩માં મુંબઈના ઓશિવારા વિસ્‍તારમાં લગભગ ૧૦,૦૦૦ ચોરસ ફૂટની ચારેય કોમર્શિયલ જગ્‍યાઓ વાર્ષિક ૨.૦૭ કરોડ રૂપિયા અને ૧.૦૩ કરોડ રૂપિયાની સિક્‍યોરિટી ડિપોઝિટમાં ભાડે આપી હતી.

નવા રેકોર્ડ મુજબ અમિતાભ બચ્‍ચન પાસે હવે સિગ્નેચર બિલ્‍ડીંગમાં સાત ઓફિસ સ્‍પેસ છે. તેણે વધુ ત્રણ કોમર્શિયલ એપાર્ટમેન્‍ટ્‍સ મેળવ્‍યા છે. અંધેરી વેસ્‍ટમાં સિગ્નેચર બિલ્‍ડીંગ બોલિવૂડ સેલેબ્‍સમાં પ્રખ્‍યાત છે કારણ કે તેમાંના ઘણાની ત્‍યાં કોમર્શિયલ જગ્‍યા છે. અમિતાભ બચ્‍ચન ઉપરાંત, આ બિલ્‍ડિંગમાં મનોજ બાજપેયી, કાજોલ, અજય દેવગન, કાર્તિક આર્યન અને સારા અલી ખાન જેવા અન્‍ય બોલિવૂડ સેલિબ્રિટીઓના વ્‍યવસાયિક એકમો છે.

મનોજ બાજપેયી અને તેમની પત્‍ની શબાના રઝાએ ગયા વર્ષે ઓક્‍ટોબરમાં સિગ્નેચર બિલ્‍ડિંગના ચાર યુનિટમાં રૂ. ૩૧ કરોડનું રોકાણ કર્યું હતું. પ્રોપર્ટી રજીસ્‍ટ્રેશન પેપરવર્ક પરથી જાણવા મળ્‍યું કે દરેક યુનિટની કિંમત રૂ. ૭.૭૭ કરોડ હતી અને સ્‍ટેમ્‍પ ડ્‍યુટી રૂ. ૪૬.૬૨ લાખ હતી.

દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાન પાસે દરેક એક યુનિટ છે જે ૨,૦૯૯ ચોરસ ફૂટ છે. જયાં સારા અલી ખાન અને અમૃતા સિંહે જુલાઈ ૨૦૨૩માં તેમના ફલેટ માટે ૯ કરોડ રૂપિયા ચૂકવ્‍યા હતા. જયારે કાર્તિક આર્યને સપ્‍ટેમ્‍બર ૨૦૨૩જ્રાક્રત્‍ન તેના એપાર્ટમેન્‍ટ માટે ૧૦ કરોડ રૂપિયા ચૂકવ્‍યા હતા. ઐશ્વર્યા પ્રોપર્ટી એન્‍ડ એસ્‍ટેટ પ્રાઇવેટ લિમિટેડે બંને સોદામાં વિક્રેતા તરીકે કામ કર્યું હતું.

(12:14 PM IST)