તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ગુરમીત ચોૈધરીની ‘કમાન્ડર કરણ સક્સેના' દ્વારા ઓટીટી પર એન્ટ્રી
૮મી જુલાઇથી શરૂ થશે શોઃ સોમથી શુક્ર નવા એપિસોડ

મુંબઇ તા. ૨૮: ટીવી અને ફિલ્મોના અભિનેતા ગુરમીત ચૌધરી હવે ધમાકેદાર રીતે ઓટીટી પર એન્ટ્રી કરી રહ્યો છે. ‘કમાન્ડર કરણ સક્સેના' નામની સિરીઝમાં તે મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. જેનું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. કમાન્ડર કરણ સક્સેનામાં ગુરમીતને એક નીડર રો-એજન્ટનો રોલ મળ્યો છે, જે દેશને બચાવવા માટે એક મોટા રાજકીય રહસ્યમાં ડૂબી જાય છે. તે આ શોમાં ઓક્ટેન એક્શન સિક્વન્સ સાથે હોલીવૂડ શ્રેણીનો અનુભવ કરાવશે.
ગુરમીતે કહ્યું હતું કે-કમાન્ડર કરણ સક્સેના મારા માટે ખાસ શો છે. દેશપ્રેમથી છલોછલ એવું આ પાત્ર ભજવવું એ મારા માટે સન્માનની વાત છે. આ સિરીઝમાં ગુરમીત સાથે ઇકબાલ ખાન અને હૃતા દુર્ગુલે પણ મહત્વની ભુમિકામાં છે. ડીઝનો હોટસ્ટાર પર ૮મી જુલાઇથી આ શો મફત જોવા મળશે. સોમવારથી શુક્રવાર નવા એપિસોડ રજૂ થશે. જતીન વાગલે દ્વારા નિર્દેશિત અને અમિત ખાન દ્વારા લખાયેલ આ એક્શનથી ભરપૂર શ્રેણીનું નિર્માણ કીલાઇટ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
