તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
તસ્વીરોથી ચર્ચામાં આવી દેવોલીના

ટીવી પરદે સાથ નિભાના સાથીયા નામના શોમાં ગોપી વહુનું પાત્ર ભજવી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજી હાલમાં ટીવી શોથી દૂર છે. પણ સોશિયલ મિડીયા થકી તે સતત ચાહકોની વચ્ચે રહે છે. તેણે વર્ષ ૨૦૨૨માં પોતાના ફિટનેસ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે. એ પ્રાઇવેટ સમારોહમાં તેના નજીકના સગા અને મિત્રો જ સામેલ થયા હતાં. દેવોલીનાની લેટેસ્ટ તસ્વીરો સામે આવી છે. જેમાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ ખુબસુરત દેખાઇ રહી છે. તેણે તસ્વીર સાથે લખ્યું છે-યાત્રાને ભેટીને, એક સમયે એક કદમ. દેવોલીનાની પ્રેગનન્સીની વાતો ઘણા મહિનાથી ચર્ચાતી રહે છે. જો કે તેણીએ તેને અફવા ગણાવી હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
