<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

રામ ચરણની ફિલ્‍મ નિર્માણમાં થઇ એન્‍ટ્રીઃ ‘ધ ઇન્‍ડિયા હાઉસ'નું હમ્‍પીમાં શુટીંગ શરૂ

નિખીલ સિધ્‍ધાર્થ, સાઇ માંજરેકર, અનુપમ ખેર સહિતની મુખ્‍ય ભુમિકા

મુંબઇઃ ગ્‍લોબલ સ્‍ટાર રામ ચરણે હવે ફિલ્‍મ નિર્માણમાં એન્‍ટ્રી કરી છે. તેના દ્વારા પ્રસ્‍તુત ‘ધ ઈન્‍ડિયા હાઉસ'માં નિખિલ સિદ્ધાર્થ અને સાઈ એમ માંજરેકર મુખ્‍ય ભુમિકામાં છે. ફિલ્‍મનું શુટીંગ હમ્‍પીમાં શરૂ થયુ છે. વિક્રમ રેડ્ડી અને અભિષેક અગ્રવાલ દ્વારા નિર્મિત આ ફિલ્‍મનું નિર્દેશન રામવંશી કળષ્‍ણ કરી રહ્યા છે. આ ફિલ્‍મ ૧૯૦૫માં સેટ થયેલ એતિહાસિક ડ્રામા છે જે પ્રેમ અને ક્રાંતિની થીમ પર જોવામાં આવશે. ટીમે શુટિંગ શરૂ કરતાની સાથે જ કોર ટીમની હાજરીમાં હમ્‍પી (કિષ્‍કિંદા)ના વિરૂપક્ષ મંદિરમાં ભવ્‍ય પૂજા સમારોહનું આયોજન કર્યું હતું. નિખિલ સિદ્ધાર્થ, સાઈ માંજરેકર, અનુપમ ખેર સાથે અન્‍ય ઘણા કલાકારો જોવા મળશે. ફિલ્‍મના સહનિર્માતા મયંક સિંઘાનિયા છે. ફિલ્‍મમાં ડીઓપી કેમેરાન બ્રાયસન છે. કાસ્‍ટિંગ મુકેશ છાબરાએ કર્યું છે. પ્રોડક્‍શન ડિઝાઇનર વિશાલ અબાની છે.

(3:52 PM IST)